Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ગાંધીનગર નજીક હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને અદાલતે અઢી વર્ષની સજાની સુનવણી કરી

ગાંધીનગર: શહેર નજીક આવેલા લીંબડીયા ગામમાં બે વર્ષ અગાઉ યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવાના કેસમાં ગાંધીનગર પ્રિન્સી.એન્ડ ડીસ્ટ્રીકટ સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને અઢી વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જેમાંથી ૯૦ હજાર વળતર પેટે ભોગ બનનાર યુવાનને આપવાનો હુકમ કર્યો છે

આ કેસની મળતી વિગતો પ્રમાણે લીંબડીયા ગામે રહેતાં કિરણજી શકરાજી ઠાકોર તથા મહોબતજી બેચરજી ઠાકોરને ગામમાં જ રહેતા અરજણજી શનાજી ઠાકોર, ભરતજી શનાજી ઠાકોર, અંકિત અરજણજી ઠાકોર, કિરણ અરજણજી ઠાકોર, ખોડાજી જીલાજી ઠાકોર, રાજેશ ધનાજી ઠાકોરે ગત તા.૧ર જુન ર૦૧૭ના રોજ રાત્રે એકસંપ થઈ લાકડી, પાઈપ તથા ચપ્પા જેવા હથિયારો વડે હુમલો કરી માર માર્યો હતો. જેમાં મહોબતજીને આરોપી કિરણજી અરજણજીએ ચપ્પાના ઘા ઝીંકયા હતા અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે સંદર્ભે ડભોડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.

(5:28 pm IST)
  • ૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST

  • જેતપુરમાં આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે ધીમીધારે વરસાદ access_time 4:29 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST