Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

મોડાસા નેશનલ હાઇવે પર સીમમાં બંધ આરટીઓ ચેક પોસ્ટ નજીક પસાર થતી કારમાંથી પોલીસે 165 બોટલ દારૂના જથ્થા સાથે ચાલકની ધરપકડ કરી

મોડાસા: શહેરમાં નેશનલ હાઈવે માર્ગના વેણપુર ગામની સીમમાં આવેલ બંધ આરટીઓ ચેક પોસ્ટ પાસેથી પસાર થતી સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂની 165 બોટલોનો કિં.રૂ.30,300નો જથ્થો મળી આવ્યો હતો.

શામળાજી પોલીસે કારમાં બનાવાયેલ ગુપ્તખાનામાં ભરી દારૂની  ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલ ચાલક ને ઝડપી લીધો હતો.અને દારૂ-કાર સહિત રૂ.81 હજારથી વધુ નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશન ના ગુનાના બે આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શામળાજી પોલીસની ટીમ દ્વારા નેશનલ હાઈવે માર્ગ ના વેણપુર નજીક હાલ બંધ હાલતમાં પડેલ આરટીઓ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.મંગળવારની સાંજે હાથ ધરાયેલ ચેકીંગ દરમ્યાન રાજસ્થાન તરફથી પુરઝડપે આવી રહેલ સેન્ટ્રો કાર ને અટકાવી ચેકીગ હાથ ધરાયું હતું. પોલીસના ચેકીંગ દરમ્યાન કારમાં અંદરના ભાગે બનાવાયેલ ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની  165 બોટલો-કવાટરીયાનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કારના ચાલક સતીષ હેમચંદ્ર નટ ..19 રહે.મુગેર,તા.સાબલાજિ.ડુંગરપુર ના ઓને ઝડપી હવાલાતે કરી દીધો હતો.જયારે ખેરવાડા ખાતેથી વિદેશી દારૂ નો જથ્થો ભરી આપના સતુ નામના શખ્શ સહિત બંને આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.જયારે શામળાજી પોલીસે દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂ.81,300 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

(5:53 pm IST)