Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

વિરમગામ તાલુકાના નાની કુમાદ ખાતે પાંચમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

મોટી સંખ્યામાં ગ્રામજનોએ સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લઇને મહિતી અને યોજનાકીય લાભ લીધો

વિરમગામ: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નાની કુમાદ ગામની પ્રાથમીક શાળા ખાતે પાંચમા તબક્કા અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો

   . આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહીલ, દિપકભાઇ પટેલ, પ્રમોદભાઇ પટેલ, સરપંચ નવઘણભાઇ ઠાકોર, જનકભાઇ પટેલ,  તાલુકા વિકાસ અધિકારી ડી એન ચારણ, ડી ડી ગોહિલ સહિત વિવિધ વિભાગોના સરકારી અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લઇને વિવિધ સરકારી વિભાગોની યોજનાઓ અંગે માહીતી મેળવી હતી. સેવાસેતુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ, માઁ વાત્સલ્ય કાર્ડ, રેશનકાર્ડ, વિધવા સહાય, વૃધ્ધ પેન્શન, જન્મ મરણના દાખલા, આવકના દાખલા, મામાલતદારના આવકના દાખલા વગરે અનેક યોજનાઓનો લાભાર્થીઓએ લાભ અને માહિતી મેળવી હતી.

  અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે પાંચમા તબક્ક્ના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારશ્રીની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે, પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે મળી રહે તેવા ઉમદા હેતુથી સેવાસેતુ (તબક્કો 5) અંતર્ગત નાની કુમાદ ખાતે તારીખઃ-૧૨/૧૨/૧૯ને ગુરૂવારે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ

(6:41 pm IST)