Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

કળયુગનો પુત્ર: માતાને રોજ ઢોર માર-મારતા ફરિયાદ

વડોદરા: અત્યાચારી પતિથી કંટાળેલી પત્નીએ તેને તરછોડી દીધા બાદ માતા પર પણ અમાનુષી ત્રાસ ગુજારવા માંડતા આખરે વૃધ્ધ માતાએ અભયમની મદદ લીધી હતી.વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં બનેલા કિસ્સાની વિગતો એવી છે કે,પરિણીત યુવક કોઇ જ કામધંધો નહી કરતો હોવાથી પત્ની તેને ટોકતી હતી.આથી યુવક પત્નીને ખૂબ જ મારઝૂડ કરતો હતો.કંટાળેલી પત્ની તેને તરછોડી ચાલી ગઇ હતી.પત્નીના ગયા પછી પણ પુત્ર કોઇ કામધંધો કરતો નહતો.જેથી વૃઘ્ધ માતાએ તેના નિર્વાહની જવાબદારી માથે લીધી હતી.તેણે ખેતરોમાં મજૂરી કરવા માંડી હતી અને પુત્રનું ભરણપોષણ કરવા માંડયુ હતુ.પરંતુ ત્યારપછી પણ પુત્રનો ત્રાસ ચાલુ રહ્યો હતો.તે માતાને પણ મારઝૂડ કરતો હતો.ગઇ કાલે તેણે જમવાનું કેમ મોડું બનાવ્યું તેમ કહી માતાને ઢોર માર માર્યો હતો.માતાથી ત્રાસ સહન નહી થતાં આખરે,તેણે અભયમની મદદ લીધી હતી.અભયમની ટીમ જ્યારે આવી ત્યારે પુત્ર ભાગી  ગયો હતો.જ્યારે માતા આળોટીને કણસી રહી હતી.અભયમે પોલીસને બોલાવી ત્યારે કોઇ પુત્રની માહિતી આપવા તૈયાર નહતું.આખરે,પોલીસે ગુપ્ત રીતે માહિતી કઢાવી પુત્રને ઝડપી પાડયો હતો.

(5:10 pm IST)