Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

આવતીકાલના મુખ્યમંત્રીના ઓલપાડ ખાતેના કાર્યક્રમમાં મહેસુલ કર્મચારી ફરજ નહીં બજાવે

સુરત: મહેસુલી કર્મચારીઓની આજે હડતાળ ત્રીજા દિવસમાં પ્રવેશી હતી. અને હડતાળ કયારે સમાપ્ત થાય તેનુ કોઇ ઠેકાણુ નહીં હોવાથી આગામી 13મી ડિસેમ્બરના રોજ ઓલપાડ તાલુકામાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જેટલા પણ મહેસુલી કર્મચારીઓને ફરજ સોંપી હોઇ તે રદ્ કરવા જિલ્લા કલેકટરને આજે લેખિતમાં જાણ કરી હતી.આગામી 13  મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઓલપાડ તાલુકામાં વિધવા સહાય વિતરણ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં મહેસુલી કર્મચારીઓને પણ હુકમ કરાયા છે. અને મહેસુલી કર્મચારીઓ હડતાળ પર હોવાથી આ કાર્યક્રમમાં ફરજ બજાવી શકશે નહીં. આથી આજે સુરત જિલ્લા ત્રીજા વર્ગના મહેસુલી કર્મચારી મંડળ દ્વારા આજે જિલ્લા કલેકટરને રજુઆત કરીને હડતાળ ચાલુ જ હોવાથી જે પણ કર્મચારીઓના હુકમ થયા હોઇ તે રદ્ કરવા અપીલ  કરી હતી.આ રજુઆતની સાથે જ આવતીકાલ ગુરૃવારે ગાંધીનગરમાં મહામંડળ દ્વારા જે મહારેલીનું આયોજન કરાયુ છે. તેમાં મોટી સંખ્યામાં મહેસુલી કર્મચારીઓ હાજર રહેવા હોવાનું જાણવા મળ્યુ છે.

(5:01 pm IST)