Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

અમદાવાદ સાયન્સ સીટીમાં ૧૬ હજાર ચો.મી.વિસ્તારમાં એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી બનશેઃ વિજયભાઇના હસ્તે ભૂમિપૂજન

અવકાશ વિજ્ઞાનને સમજવા માંગતા અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આકર્ષણરૂપ

ગાંધીનગર, તા.૧૨ : અમદાવાદના સાયન્સ સીટી ખાતે ૧૬,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં આધુનિક એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલરીનું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે આ ગેલરીનું ભૂમિપૂજન કર્યું હતું.

વૈજ્ઞાનિક રસરૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ અને યુવાનોઙ્ગ બ્રહ્માંડની ઉત્પતિ અને તેના વિકાસ અંગે જાણવામાં દ્યણો ઉત્સાહ ધરાવતા હોય છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો હાલ એસ્ટ્રોફિઝીકસ, કોસ્મોલોજી, સોલર સીસ્ટમ અને આઉટર સ્પેસ અંગે જાણવા માટે સંશોધનો કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના આંગણે આકાર લેનારી આ અત્યાધુનિક ગેલરી રાજયના વિદ્યાર્થીઓ અને યુવાનો સહિત સૌ કોઈ માટે વિજ્ઞાનના કોયડાઓ સમજવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલરીને પાસ્ટ, પ્રેઝન્ટ અને ફયુચર એમ ત્રણ ઝોનમાં વિભાજીત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ ભાગ અનુક્રમે બ્રહ્માંડના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યની ઝાંખી કરાવશે.

પેટા-ગેલરી ૧ (પાસ્ટ)ૅં આ ગેલરીમાં અવકાશને સમજવાના માણસજાતના પ્રારંભિક પ્રયાસોથી લઈને આજ સુધીનો ઈતિહાસ જોઈ શકાશે. હજારો વર્ષ પહેલાં અવકાશમાં કુતુહલપૂર્વક નરી આંખે જોવાથી લઈને આજના ટેલિસ્કોપ અને સ્પેકટ્રોસ્કોપી દ્વારા અવકાશને સમજવાની સમગ્ર સફર આ ગેલરીમાં જોઈ શકાશે.

પેટા-ગેલરી ૨ (પ્રેઝન્ટ)ૅં આ ગેલરીમાં હાલના ડિજીટલ યુગમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની ઝાંખી મળશે. રોકેટ્સ, લોન્ચ વ્હીકલ્સ, સેટેલાઈટ્સ દ્વારા અવકાશને જાણવાના પ્રયાસોની ઝલક આ ગેલરીમાં મળશે.

પેટા-ગેલરી ૩ (ફયુચર)ૅં આ ગેલરીમાં આવનારા સમયમાં અવકાશ વિજ્ઞાન અંગે થનારા સંભવિત સંશોધનોની ઝાંખી મળશે. સમાનવ સ્પેસ ફલાઈટ તથા ભવિષ્યમાં વિજ્ઞાનના માધ્યમથી હેલ્થકેર ક્ષેત્રમાં આવનારા પરિવર્તનોનો ખ્યાલ આ ગેલરીમાં મેળવી શકાશે.

પ્લેનેટોરિયમ/સ્કાય થિયેટરૅં ૧૮ મીટરનો ડાયામીટર ધરાવતા પ્લેનેટોરિયમમાં અંદાજે ૧૭૩ બેઠકની ક્ષમતા હશે. અહીં એક ડોમ આકારનો સ્ક્રીન અને ગેલેકસી, તારા, સોલર સીસ્ટમ, બ્લેક હોલ, ગ્રહણ, બ્રહ્માંડની ઉત્પતિ જેવા વિષયોની થીમ પર તે આધારિત હશે.

વર્ચ્યુઅલ રિયાલિટી ઝોનૅં આ ઝોનમાં મુલાકાતીઓ વર્ચ્યુઅલ જગતનો અનુભવ લઈ શકશે. આધુનિક વી.આર એકિટવિટીઝ દ્વારા મનોરંજક રીતે બ્રહ્માંડ અને અવકાશનું જ્ઞાન અહીં મેળવી શકાશે. સ્પેસ એકસ્પ્લોરેશન, બીગ બેંગ, સ્પેસ વોક, ચંદ્ર અને મંગળનું એકસ્પ્લોરેશન, એસ્ટ્રોનોટ સ્ટીમ્યુલેશન જેવી થીમ અહીં રાખવામાં આવશે.

સ્ટીમ્યુલેશન ઝોનઃ આ ઝોનમાં ૪-ડી / ૫-ડી થિયેટરમાં રાઈડ સ્ટીમ્યુલેશન દ્વારા અવકાશી સફરનો રોમાંચક અનુભવ કરી શકાશે.ઙ્ગ તેમજ એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સના સિદ્ઘાંતોને જાણી શકાશે. મુલાકાતીઓને આધુનિક સ્ટીમ્યુલેશન ટેકનોલોજી દ્વારા સ્પેસ ટ્રાવેલનો શ્રેષ્ઠ મનોરંજક અનુભવ આપવા ઉપર ભાર મૂકવામાં આવશે.

સોલર ટેલિસ્કોપૅં બિલ્ડીંગના છતના ભાગે ડોમ આકારનો મોટો ટેલિસ્કોપ ઈન્સ્ટોલ કરીને આ સમગ્ર જગ્યા અભ્યાસુઓ માટે એક વેધશાળા બને તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. જેના લીધે મુલાકાતીઓ રાત્રિના સમયે અવકાશને નિહાળવાનો અદભુત અનુભવ લઈ શકશે. એક વિશાળ કદની આ વેધશાળા દ્વારા ગ્રેવીટેશનલ વેવ્ઝ પાછળનું વિજ્ઞાન અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સ્ટીમ્યુલેશન સહિતની ચીજોનો અનુભવ મેળવી શકાશે.

(4:13 pm IST)