Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

એસ.ટી.ના નિવૃત કર્મચારીઓનું જાન્યુઆરીમાં દિલ્હીમાં આંદોલનઃ તમામ રાજયોમાં જલદ કાર્યક્રમો

હાલમાં મશ્કરી સમાન રપ૦ થી ૧ હજાર જેટલુ પેન્શન ચુકવાય છેઃ મિનિમમ પેન્શન રૂ.પ,પ૦૦ ચુકવવા હુકમો થયા છતા કેન્દ્ર-રાજય સરકારે અમલ કર્યો નથી

રાજકોટ તા. ૧ર : તાજેતરમાં દિલ્હી ખાતેના રામલીલા મેદાનમાં સરકારશ્રીને જાગૃત કરવા એસ.ટી.નિગમ, બોર્ડ, વિદ્યુત ત્થા સહકારી બેંકોના નિવૃત પેન્શનરોની વિશાળ રેલી દિલ્હીના રાજમાર્ગોથી પ્રધાનમંત્રીની કચેરીએ  રૂબરૂ આવેદન આપેલ અને ૧૯૯૮ના ઠરાવ મુજબ પેન્શન આપવા જોરદાર માંગ ઉઠાવેલ આ બાબત અવાર-નવાર રાષ્ટ્રીય આંદોલન સમિતિએ વિરોધ પક્ષના નેતા -અધ્યક્ષ રાઉત સંસદમાં રજુઆત કરી સરકારશ્રીને જાણ કરેલ હોવા છતા કોઇ પરિણામ આવેલ નથી ઉપરાંત લોકસભાના સત્રમાં પણ ઉપરોકત હકિકતની માંગ ઉઠાવેલ.

બોર્ડ નિગમ જેવા ક્ષેત્રના પેન્શનરોને આજના સમયમાં પણ રપ૦થી ૧૦૦૦ નું પેન્શન ચુકવવામા આવે છે. આ પેન્શનરો કે જેમણે પોતાનુ જીવન રપ થી ૩૦ વર્ષ જે તે સંસ્થામાં સમર્પિત કરી મુખ્ય કામગીરી ફરજ બજાવેલ છે. તેમની ઘોર મશ્કરી રૂપ રપ૦ થી ૧૦૦૦નું ફિકસ પેન્શન ચુકવવામાં આવે છે જે ન્યાયી ન હોય આ બાબતે યોગ્ય હુકમ કરી રૂ.૮પ૦૦ સુધીનું પેન્શન માંગ સ્વીકારમાં નહી આવે તો આગામી દિવસોમાં જલદમાં જલદ પગલા સ્વરૂપે તમામ રાજયોમાં રસ્તા રોકો રેલરોકો જેવા આંદોલન કરવા રાષ્ટ્રીય આંદોલન સમિતિએ નકકી કરેલ છે

બાબતે અગાઉ ર૪/૩/૧૯૯૮ના ઠરાવ ક્રમાંક ન.વ.ત.૧૩૯૦/ર૬૧/પ૮૧ મુજબ મીનીમમ પેન્શન રૂ.પપ૦૦ ચુકવવા હુકમો થયા છતા કેન્દ્ર સરકાર કે રાજય સરકાર અમલ કરેલ નથી જેથી સરકારશ્રીને આ બાબત દેશના ૬૦ પેન્શનરો તા. ર૦ જાન્યુઆરીના રોજ પુરા જોશથી દિલ્હીના રાજભવન ખાતે આંદોલન કરશે.

(4:05 pm IST)