Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ઉપરાષ્ટ્રપતિના શનિવારથી ત્રણ દિવસના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ

પોલીસ તંત્રના ગૌરવવંતા પ્રસંગે ગાંધીનગર આવતા વૈકયા નાયડુ વડોદરા- આણંદ- ગાંધીનગર- અમદાવાદ અને કચ્છની મુલાકાત પણ લેશેઃ મુખ્યમંત્રી, ગર્વનર,અધ્યક્ષ, ચીફ સેક્રેટરી, ડીજીપી -પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા, વડોદરા કલેકટર તથા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સહીતના મહાનુભાવો દ્વારા સ્વાગત થશેઃ કચ્છની મુલાકાત સંદર્ભે બોર્ડર વડા સુભાષ ત્રિવેેદી અને એસપી સૌરભ તોલંબીયાના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તને આખરી ઓપઃ ચીફ પ્રોટોકોલ અધિકારી કમલ દયાની વિગેરેના માર્ગદર્શનમાં દિલ્હીના માર્ગદર્શન મુજબ આખરી ઓપ

રાજકોટ, તા., ૧રઃ ગુજરાત પોલીસ તંત્રના ઇતિહાસના ગૌરવરૂપ પ્રસંગમાં હાજર રહી ગુજરાતને પોતાની આગવી ઓળખ સમું નિશાંત (પ્રેસીડેન્ટ કલર) ફાળવવા તથા તેમને અલગ ધ્વજનું માન આપવા માટે રવિવારે ગુજરાત આવી રહેલા ઉપરાષ્ટ્રપતિ  ગાંધીનગરની સાથોસાથ વડોદરા, આણંદ, અમદાવાદ, કચ્છ વિગેરે સ્થળોની મુલાકાત પોતાના કાફલા સાથે લેનાર હોવાથી રાજય પોલીસ તંત્રમાં તેમના બંદોબસ્ત અને સ્થળ  વિઝીટ આસપાસ ચુસ્ત બંદોબસ્ત રાખવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવા સાથે  તેમની ટ્રાન્સપોર્ટ, આરોગ્ય વ્યવસ્થા માટેના   પગલા લેવા સાથે એરપોર્ટ ઓથોરીટીને પણ સાવધ કરવામાં આવી છે.

ઉપરાષ્ટ્રપતિના તા.૧૪ થી ૧૬ના પ્રવાસ દરમિયાન તેઓ કચ્છના ઘોરડો (સફેદ રણ) સહીતના વિવિધ વિસ્તારોની મુલાકાત  સાથોસાથ ટેન્ટ સીટીની મુલાકાત લેનાર હોવાથી રાજયના બોર્ડર વડા સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કચ્છ પશ્ચિમના એસપી સૌરભ તોલંબીયા ટીમ દ્વારા જરૂરી પગલાઓ લેવા માટે બેઠકોનો દોર શરૂ કર્યાનું પણ સુત્રો જણાવે છે.

વડોદરાની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્ય યોગેશભાઇ પટેલ, એમ.પી.રંજનબેન ભટ્ટ, મેયર જીગીશા શેઠ,  કલેકટર શાલીની અગ્રવાલ અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા આવકારવામાં આવશે.અનુપમસિંહ ગેહલોતે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહીત શહેરના સંબંધક પોલીસ અધિકારીઓ સાથે મીટીંગો કરી બંદોબસ્તની તૈયારીઓને આખરી ઓપ આપી રહયા છે.

ઉપરાષ્ટ્રપતિ આણંદમાં ડેરી ડેવલોપમેન્ટ કેમ્પની પણ મુલાકાત લેનાર હોવાનું બહાર આવ્યું છે. ગાંધીનગર ખાતે રાજયપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સહીતના મહાનુભાવો દ્વારા તેમને આવકારાશે. ઉપરાષ્ટ્રપતિ આણંદ ખાતે પણ મુલાકાત લેનાર છે. ગાંધીનગરમાં તેમને આવકારવા મુખ્યમંત્રી, ગાંધીનગર મેયર રીટાબેન પટેલ,ચીફ સેક્રેટરી અનીલ મુકીમ, એર માર્શલ ચીફ પ્રોટોકોલ ઓફીસર કમલ દયાની તથા જવલંત ત્રિવેદીની સાથોસાથ ગાંધીનગરના કલેકટર કુલદીપ આર્ય અને એસપી મયુરસિંહ ચાવડા પણ જોડાનાર હોવાનું સુત્રો જણાવે છે.  તમામ તૈયારીઓનું સુપરવીઝન રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાના વડપણ હેઠળ ચાલી રહયું છે.

(12:01 pm IST)