Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીમાં વિવાદ :નેતાઓની ખેંચતાણનો મામલો દિલ્હી પહોંચ્યો: હાઇકમાન્ડે સમજાવવા ટીમ મોકલી

કોંગ્રેસના 4 સહપ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી: ટિકિટ ફાળવણીમાં પડેલી ગૂંચ ઉકેલવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે દિલ્હીથી ટીમ આવી: વિપક્ષના નેતાના નિવાસસ્થાને અશોક ગેહલોતે બેઠક કરી

અમદાવાદ ; ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે. જેમાં તમામ પક્ષો જીતવા માટે કમર કસી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ હોવાથી ત્રીપાંખિયો જંગ જામશે. જેમાં હાલ કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીમાં નેતાઓની ખેંચતાણનો વિવાદ દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. વિવાદને ખાળવા અને ગુજરાતના નેતાઓને સમજાવવા હાઈકમાન્ડે દિલ્હીથી ટીમ મોકલી છે. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ દિલ્હીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ જવાબદારી સોંપી છે.

ગુજરાત કોંગ્રેસના 4 સહપ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. ટિકિટ ફાળવણીમાં પડેલી ગૂંચ ઉકેલવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે દિલ્હીથી ટીમ આવી છે. શુક્રવારે વિપક્ષના નેતાના નિવાસસ્થાને અશોક ગેહલોતે બેઠક કરી હતી. અનેક બેઠકો પર ફાળવાયેલી ટિકિટને લઈને પણ અંદરોઅંદર વિખવાદ થયો છે. કેટલીક બેઠકો પર વ્યક્તિગત લાભ માટે ટિકિટ ફાળવાઈ હોવાની દિલ્હી સુધી ફરિયાદ થઈ છે

આ સમગ્ર વિવાદ મુદ્દે શુક્રવારે રાત્રે જ એક બેઠક મળી હતી. એ બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અનેક જગ્યાએથી કોંગ્રેસમાં નિરીક્ષકો સામે અને સહપ્રભારીઓ સામે પણ ફરિયાદો ઉઠી છે. ટિકિટ વહેંચણીને લઈને પણ વિવાદ સામે આવ્યા છે. આ વિવાદને ખાળવા હાઈકમાન્ડે દિલ્હીથી ટીમ મોકલી છે. જેમાં અશોક ગેહલોત સહિતના નેતાઓને જવાબદારી સોંપાઈ છે. તેઓ ગુજરાતમાં રહીને આગામી સમયમાં જે લોકો અસંતુષ્ટ છે તેમને સમજાવવા આવે અને ડેમેજ કંટ્રોલનું કામ કરે આ માટેની જવાબદારી સોંપાઈ છે. .

(11:37 pm IST)