Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ભાજપમાં વધતો કકળાટ :આણંદમાં જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઇ ઝાલાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

-જિલ્લા પંચાયતના સુરેલીના સભ્ય પક્ષથી ભારે નારાજ હોવાથી ભાજપના સમગ્ર સભ્યપદેથી રાજીનામુ આપી દીધું

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અનેક નવા નવા પરિબળો સામે આવી રહ્યા છે. નવા ચૂંટણીના સમીકરણો પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન 2022ની ચૂંટણીમાં ભાજપમાં પણ વિરોધનો વંટોળ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે. આણંદમાં જિલ્લા પંચાયતના ભાજપ સભ્ય રમેશભાઇ રામાભાઇ ઝાલાએ રાજીનામું આપી દીધું છે ,તેમણે ભાજપના સમગ્ર સભ્યપદથી રાજીનામું આપી દીધું છે, તેમણે જિલ્લા પંચાયતના સુરેલીના સભ્ય હતા તેમણે ભાજપ પક્ષથી નારાજ હોઇ આ નિર્ણય લીધો છે

(11:27 pm IST)