Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

BTP માં આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ: છોટુંભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પાર્ટી છોડી દીધી

છોટુ ભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાપિતા-પુત્રના સંબંધોમાં તિરાડ બાદ છોટુભાઈ વસાવાના બીજા પુત્ર દિલીપભાઈ વસાવાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપતા ખળભળાટ

અમદાવાદ :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હાલ રાજ્યમાં પાર્ટીઓ તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે, એવામાં જેમ ઉમેદવારની યાદી જાહેર થાય છે ,તેમ વિરોધ પણ વધી રહ્યો છે, કોઇ નેતાની ટિકિટ પાર્ટી કાપે તો તે વિરોધ નોંધાવીને પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં બીટીપી પાર્ટીમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બીટીપીના સ્થાપક છોટું વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પાર્ટી છોડી દીધી છે. બીટીપી છોડી દેતા એક વાત સામે આવી ગઇ છે કે હાલ પાર્ટીમાં આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે ગુજરાતમાં આદિવાસી સમાજનાં મુદ્દાઓની મુદ્દાને લઈને ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં પણ ફૂટ પડી હોય તેવું લાગી થયું છે કારણ કે છોટુ ભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાપિતા-પુત્રના સંબંધોમાં તિરાડ પડી ગઈ હોઈ તેમ લાગી રહ્યું છે.

છોટુભાઈ વસાવાના બીજા પુત્ર છે દિલીપભાઈ વસાય તેમને બિટીપીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અને તેમણે કહ્યું  છે કે આ સોશિયલ મીડિયા પર કે તેઓ એસટી એસટી અને ઓબીસી માટે કામ કરતા રહેશે ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને બીટીટીએસ તમામ હોદ્દાઓ પરથી  દિલીપભાઈએ રાજીનામું  આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

(11:25 pm IST)