Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

સુરતના ચોર્યાસી બેઠક પર ઝંખના પટેલના બદલે સંદીપ દેસાઈનું નામ જાહેર કરાતા ભારે નારાજગી

મોટી સંખ્યામાં સમર્થરો સુરત ભાજપ કાર્યાલયે પહોંચ્યા: પ્રમુખની ઓફિસની અંદર કરી વિરોધ દર્શાવ્યો: સંદીપ દેસાઈ વિરુદ્ધ સુત્રોચાર પણ કર્યા

સુરત : ગુજરાત વિધાનસભાના ઈલેક્શનને લઈ સુરત જિલ્લાની 16 બેઠકોમાંથી 15 બેઠકો માટે ભાજપે તેના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા. માત્ર એક ચોર્યાસી બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી રાખ્યું હતું. આખરે ભાજપે અહીં ઝંખના પટેલના બદલે નવા ચહેરા તરીકે સંદીપ દેસાઈને મેદાને ઉતાર્યા છે. સંદીપ દેસાઈનું નામ જાહેર થતા જ ઝંખના પટેલના સમર્થકો દ્વારા અને ભાજપના જ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

  ઝંખના પટેલની ની ઓફિસની બહાર જ ભાજપ વિરોધી સૂત્રોચાર અને ઝંખના પટેલના સમર્થનમાં સૂત્રોચાર કરી ભાજપની ટિકિટ ફાળવણી સામે રોષ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં સમર્થરો સુરત ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા અને પ્રમુખની ઓફિસની અંદર કરી વિરોધ દર્શાવ્યો હતો અને સંચિત દેસાઈ વિરુદ્ધ સૂત્રોચાર બોલાવ્યા હતા અને ઝંખના પટેલને ફરીથી ટિકિટ આપવા માટે રજૂઆત કરી હતી.

  એવું મનાતું હતું કે ભાજપ અહીંથી ઝંખના પટેલની ટિકિટ કાપીને આ વખતે કોઈ અન્ય ચહેરાને મેદાને ઉતારી શકે છે અથવા અન્ય કોઈ કોળી પટેલ ચહેરાને મેદાને ઉતારી શકે છે. પરંતુ જાતિગત સમીકરણ પ્રમાણે કોઈ જ રીતે સેટ ન થતા નવા ચહેરા સંદીપ દેસાઈને મેદાને ઉતારતા સ્થાનિક કાર્યકરો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે સંદીપ દેસાઈને અમે કોઈ ઓળખતા નથી તો આ વ્યક્તિની ટિકિટ કેમ આપવામાં આવી તેને લઈને પણ વિરોધ જોવા મળી રહ્યો છે

(11:05 pm IST)