Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી:કોંગ્રેસની ચોથી યાદી જાહેર: દ્વારકા, તાલાલા અને ભાવનગર સહિત 9 બેઠકના ઉમેદવારોની ઘોષણા

દ્વારકા બેઠક પર મુળુભાઈ કંડોરીયા, તલાલામાં માનસિંહ ડોડિયા, કોડિનારમાં મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્યમાં રેવતસિંહ ગોહિલ,ભાવનગર ઈસ્ટમાં બળદેવ સોલંકી, બોટાદમાં રમેશ મેર,જંબુસરમાં સંજય સોલંકી,ભરૂચમાં જયકાંત બી પટેલ અને ધરમપુરમાં કિશનભાઈ પટેલને આપી ટિકિટ

અમદાવાદ :  ગુજરાત કોંગ્રેસ દ્વારા શનિવારે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કાના 75 અને બીજા તબક્કાના 20 મળીને કોંગ્રેસે અત્યાર સુધી કુલ 95 ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા હતા. ત્યારે આજે ચોથી યાદી આવી ગઈ છે. આજે 9 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાથે કુલ 104 ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરાઈ છે.

દ્વારકા બેઠક પર મુળુભાઈ કંડોરીયા, તલાલામાં માનસિંહ ડોડિયા, કોડિનારમાં મહેશ મકવાણા,  ભાવનગર ગ્રામ્યમાં રેવતસિંહ ગોહિલ,ભાવનગર ઈસ્ટમાં બળદેવ સોલંકી, બોટાદમાં રમેશ મેર,જંબુસરમાં સંજય સોલંકી,ભરૂચમાં જયકાંત બી પટેલ અને ધરમપુરમાં  કિશનભાઈ પટેલને ટિકિટ આપી છે 

(10:19 pm IST)