Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

રાજ્યના ચૂંટણી પંચની યાદી મુજબ ગુજરાતમાં 1417 જેટલા થર્ડ જેન્ડર મતદારોની નોંધણી

સૌથી વધારે 223 મતદારો વડોદરામાં નોંધાયા:અમદાવાદમાં 211 જેટલા થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા

અમદાવાદ ; રાજ્યના ચૂંટણી પંચની યાદી પ્રમાણે ગુજરાતમાં 1417 જેટલા થર્ડ જેન્ડર મતદારોની નોંધણી થઈ છે. જેમાં સૌથી વધારે 223 મતદારો વડોદરામાં નોંધાયા છે.  અમદાવાદમાં 211 જેટલા થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા છે. અમદાવાદ શહેરની 16 બેઠકો પૈકી સૌથી વધારે નરોડા વિસ્તારમાં 33 થર્ડ જેન્ડર મતદારોની નોંધણી થઈ છે. વટવામાં 21, વેજલપુરમાં 17 અને ઘાટલોડિયામાં 14 મતદાર નોંધાયેલા છે. 2017ની ગત વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં 687 થર્ડ જેન્ડર મતદાર નોંધાયેલા હતા.

(10:26 pm IST)