Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

વાયરલ વીડિયો મુદ્દે સ્પષ્ટતા :શૈલેષ પરમારે કહ્યું - કેટલાક યુવાનોએ ષડયંત્ર કરીને વીડિયો તૈયાર કર્યો

શૈલેષ પરમારે કહ્યું કે હું ગોમતીપુરના કાર્યાલય ખાતે દર ગુરૂવારે લોકોને મળું છું. હું પ્રજાની વચ્ચે સતત રહુ છું.

અમદાવાદના દાણીલિમડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો મુદ્દે સ્પષ્ટતા કરી છે. શૈલેષ પરમારે કહ્યું કે કેટલાક યુવાનોએ આયોજનપૂર્વક ષડયંત્ર કરીને વીડિયો તૈયાર કર્યો છે.  કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ રચેલા ષડયંત્ર અંગે મોવડી મંડળને જાણ કરી છે.  શૈલેષ પરમારે વધુમાં કહ્યું કે હું ગોમતીપુરના કાર્યાલય ખાતે દર ગુરૂવારે લોકોને મળું છું.  હું પ્રજાની વચ્ચે સતત રહુ છું. કોંગ્રેસના સંમેલનમાં 5 હજાર લોકો એકઠા થયા એ મારા પ્રજા સાથે સતત સંપર્કનો પુરાવો છે.

(9:19 pm IST)