Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી 56 લાખ સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ

સિનિયર સીટીઝન અમિત શશીકાંત શાહ અમદાવાદના બિલ્ડરને રૂપિયા આપવા માટે મુંબઈથી આવ્યો હોવાનું જણાવ્યું

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી 56 લાખ રૂપિયા સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે.મુંબઈથી અમદાવાદ આવતા 61 વર્ષીય સિનિયર સિટીઝનની રેલવે પોલીસે ધરપકડ કરી છે. જેમનુ નામ અમિત શશીકાંત શાહ છે. અમિત શાહ અમદાવાદના બિલ્ડરને રૂપિયા આપવા માટે મુંબઈથી આવ્યો હોવાનું તેણે જણાવ્યું. રેલવે પોલીસ એએમ દેસાઈએ જણાવ્યું કે, ઈન્કમટેક્સ સાથે સંકલન કરી તપાસ ચાલુ કરવામાં આવી છે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને હાલ આચારસંહિતા છે ત્યારે ચૂંટણી વિભાગ ની સાથો સાથ પોલીસ તેમજ સાઇબર ક્રાઇમ વિભાગ પણ સતર્ક બન્યું છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે અને તેમાં પણ ઉમેદવારો પ્રચારના એક માધ્યમ તરીકે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, ત્યારે સોશિયલ મીડિયામાં કોઈ અફવાઓ ફેલાવી નહિ કે કોઈ ઉમેદવારના ખોટા મેસેજ કે બદનામ કરવાના ઈરાદે કોઈ મેસેજ કે પોસ્ટર વાયરલ થાય નહિ અથવા તો ભડકાઉ ભાષણ આવા દરેક મુદ્દા પર હવે સાઇબર ક્રાઇમ પણ સતર્ક બની સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યું છે.

(8:34 pm IST)