Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

કેશોદમાં ભાજપને મોટો ઝટકો: પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું : અપક્ષમાંથી ચૂંટણી લડશે

તેઓ વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા થયા હતા:આ વખતે પક્ષે દેવા માલમને ટિકિટ આપતાં તેઓ નારાજ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કેશોદમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. લાડાણીએ અપક્ષમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે

 તેઓ 14 નવેમ્બરે અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરશે. તેઓ વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા થયા હતા. પરંતુ આ વખતે પક્ષે દેવા માલમને ટિકિટ આપતાં તેઓ નારાજ છે. તેમણે દાવો કર્યો છે કે કેશોદ ભાજપના કાર્યકરો અને લોકો પાર્ટીના આ નિર્ણયથી નારાજ છે.. અને તેમને અપક્ષ ચૂંટણી લડવા માટે ફરજ પાડી છે

(7:29 pm IST)