Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

બુધવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ ફોર્મ ભરવા જશે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ હાજર રહી શકે

વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘટાન અમિતભાઈ શાહના હસ્તે કરાઈ તેવી શકયતા: જનસભા પણ સંબોધશે

અમદાવાદ :વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે ચૂંટણી ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ 14 નવેમ્બર છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે 17 નવેમ્બર છેલ્લી તારીખ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 16 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. તે પહેલા ભૂપેન્દ્રભાઈ  પટેલ ઘાટલોડિયા વિધાનસભામાં રેલી યોજશે.

 મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલની સાથે ફોર્મ ભરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ હાજર રહી શકે છે અને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘટાન અમિતભાઈ  શાહના હસ્તે કરવામાં આવી શકે છે. તેની સાથે જ ઘાટલોડિયામાં ગૃહપ્રધાન અમિતભાઈ  શાહની જનસભાનું પણ આયોજન કરવામાં આવી શકે છે. 

(6:58 pm IST)