Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કઠલાલ નજીકથી પરમીટ વગરનો દેશી વિદેશી દારૂનો 73 હજારનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી

ખેડા: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કઠલાલ નજીક દારાજીના મુવાડા જેઠુપુરા વિસ્તારમાંથી વગર પાસ પરમીટના વિદેશી દારૂ-બિયર નંગ ૩૧૨ કિંમત રૂા. ૭૩,૨૦૦નો મુદ્દામાલ એલસીબી પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગે મળતી માહિતી અનુસાર પોલીસને મળેલી માહિતીના આધારે કઠલાલ તાલુકાના દારાજીના મુવાડા જેઠુપુરા વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ ઉર્ફે ભોલો અમરસિંહ ડાભીના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ભારતીય બનાવટની પરપ્રાંતની અલગ-અલગ માર્કાની દારૂની નાની મોટી બોટલો કુલ્લે નંગ ૧૬૮ તથા બિયરના ટીન નંગ ૧૪૪ મળી કુલ્લે કિંમત રૂા. ૭૩,૨૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(4:58 pm IST)