Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ખંભાતમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 97 હજારની મતા ચોરી રફુચક્કર.....

ખંભાત:શહેરના વ્હોરવાડમાં રહેતા એક વેપારીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ દરવાજાનો નકુચો તોડીને અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ ૯૭ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ખંભાત શહેર પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.


મળતી વિગતો અનુસાર ફરિયાદી ખંભાતના વ્હોરવાડમાં રહેતા મહંમદઅસ્પાક મહંમદતાહીર મેમણ લાલ દરવાજા પાસે મોબાઈલની દુકાન ધરાવે છે. ગત ૨૬મી ઓકટોબરના રોજ પરિવારના સભ્યો સાથે મકાનને તાળુ તેમજ ઈન્ટરલોક મારીને ઉમરા કરવા સાઉદી અરેબિયા ગયા હતા. દરમ્યાન ત્રાટકેલા તસ્કરો મકાનનો નકુચો તોડીને અંદર પ્રવેશ્યા હતા અને બેડરૂમમાં આવેલા લાકડાનું કબાટ તોડીને લોકરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના કે જેમાં સોનાનો દોરો, સોનાની પાંચ જોડ બુટ્ટી, સોનાની બંગડી-૨, નાકની ચુની, ચાંદીના પાંચ સિક્કા, તેમજ રોકડા ૧૦ હજાર મળીને કુલ ૯૭ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

૧૧મી નવેમ્બરના રોજ મહંમદઅસ્પાકભાઈ પરત ફરતા જ ઘરનો નકુચો તુટેલો અને ઘરનો બધો સામાન વેરવિખેર હાલતમાં પડેલો મળી આવ્યો હતો. જેથી તેમણે તપાસ કરતા ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. જેથી ખંભાત શહેર પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને તેમની ફરિયાદ લઈને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

(4:58 pm IST)