Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

અમદાવાદ:વિદેશમાં રહેતી પુત્રીને પાર્સલ મોકલવા માટે ગુગલ માંથી કુરિયર કંપનીનો નંબર શોધવો ભારે પડ્યો:83 હજાર ગુમાવવાની નોબત આવી

અમદાવાદ: વિદેશમાં રહેતી પુત્રીને પાર્સલ મોકલવા માટે મહિલાએ ગુગલ પર બ્લુ ડાર્ટ કંપનીનો નંબર સર્ચ કરતા ૮૩ હજારની ઓનલાઈન ઠગાઈનો ભોગ બની હતી.મહિલાએ ફોન કરતા આરોપીએ વોટસએપ પર રજીસ્ટ્રેશન માટે લિંક મોકલી હતી. આ લિંક પર પ્રોસેસ કરતા આરોપીએ મહિલાના ખાતામાંથી રૂ.૮૩ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા. સોલા પોલીસે ગુરૂવારે ફરિયાદ દાખલ કરી હતી. 

સોલાના મૃદુલ પાર્કમાં રહેતાં વિલાસબહેન ગૌરાંગભાઈ શાહ (ઉં,૪૬)એ અજાણ્યા આરોપી વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જે મુજબ વિલાસબહેનને વિદેશમાં રહેતી પુત્રીને પાર્સલ મોકલવાનું હતું. આ પાર્સલ મોકલવા માટે ે ગુગલ પર ગત તા.૨૭-૯-૨૦૨૨ના રોજ  બ્લૂ ડાર્ટ કંપનીનો નંબર વિલાસબહેને સર્ચ કરતા એક મોબાઈલ નંબર મળ્યો હતો. આ નંબર વાત કરતા સામે છેડે બોલતા શખ્સે બ્લૂ ડાર્ટમાં રજીસ્ટ્રેશન કરવાનું કહી વિલાસબહેનને વોટસએપ મેસેજ કરી લિંક મોકલી હતી. વિલાસબહેને આ લિંક પર રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રોસેસ કરતા તેઓના ખાતામાં રૂ.૮૨,૫૯૯ની રકમ ઓનલાઈન અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગી હતી.બનાવને પગલે સોલા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  

(4:57 pm IST)