Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

વડોદરાના રોકાણકારોને ઊંચા વ્યાજની ઓફર કરી ઠગાઈ આચરનાર ફાઇનાન્સરની ગાંધીનગરથી ધરપકડ

વડોદરાઃ નાના રોકાણકારોની રૃ.૩૩ લાખથી વધુ રકમ વગે કરનાર ખાનગી ફાઇનાન્સ કંપનીના ફરાર ડાયરેક્ટરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્કવોડે ૧૪ મહિના પછી ગાંધીનગર ખાતેથી ઝડપી પાડયો છે.

ગાંધીનગર ગૃહ સામે સીવીકે પરિવાર નિધિ લિ.નામની ફાઇનાન્સ કંપનીના ડાયરેક્ટરોએ ઓક્ટોબર-૨૦૧૯માં રોકાણકારોને ૬ થી ૧૨.૫ ટકા વ્યાજની ઓફર કરી જુદી જુદી લોભામણી સ્કીમો મૂકી હતી.ત્યારબાદ રૃપિયા પરત કર્યા વગર પેઢીએ ઉઠમણું કરતાં સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસની તપાસમાં અંદાજે ૧૫૦ જેટલા રોકાણકારોએ રૃ.૩૩.૫૫ લાખ ગુમાવ્યા હોવાની વિગતો બહાર આવી હતી.સિટી પોલીસ સ્ટેશનની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઇ હતી. આ પેઢીનો ડાયરેક્ટર સંજય હિંમતલાલ જોષી (પસવાદલ, તા.વડગામ, બનાસકાંઠા) ગાંધીનગર ઇન્ફોસિટી ખાતેની ક્રિષ્ણા હોટલમાં નોકરી કરતો હોવાની વિગતો મળતાં પેરોલફર્લો સ્કવોડના પીએસઆઇ કે જે વસાવા અને ટીમે દરોડો પાડી તેને ઝડપી પાડયો છે.સિટી પોલીસ સ્ટેશનના અધિકારી હવે આગળની તપાસ કરશે.

(4:57 pm IST)