Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

વડોદરામાં આજવા રોડ વિસ્તારમાં મહિલા સાથે અશ્લીલ ચેનચાળા કરનાર નરાધમને પોલીસે રંગે હાથે ઝડપી પાડયો

વડોદરા:શહેરના આજવા રોડ વિસ્તારમાં મહિલા સામે અશ્વિન ચેનચાળા કરનારને પોલીસે રંગે હાથ ઝડપી કાનુની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જણાવેલી વિગત એવી છે કે પોલીસ ટીમ રાત્રે પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે કમલા નગર વ્રજધામ સોસાયટી પાસે આવતા એક મહિલાએ ફરિયાદ કરી હતી કે, એક યુવક ગંદા ઇશારા અને અશ્લીલ હરકતો કરીને છેડતી કરી રહ્યો છે. જેથી પોલીસને જોઈ એકટીવા મોપેડ પર ભાગવા જતા યુવકને દબોચી લેવાયો હતો પૂછપરછ દરમિયાન યુવકે પોતાનું નામ સંજય માધવરાવ સુરવાડે (રહે બી- ૧૪૭, વ્રજધામ સોસાયટી રાજલક્ષ્મી સોસાયટી કમલા નગર પાસે આજવા રોડ) હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે યુવકની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરી હતી.

(4:57 pm IST)