Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

સુરતના લીંબાયતમાં એક રહેણાંક મકાનમાં ગેસ લીકેજ થતા દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સુરત: લિંબાયતમાં મીઠીખાડીમાં આજે શુક્રવારે સવારે એક મકાનમાં ગેસ લીકેજના કારણે સિલિન્ડરમાં આગ લાગતા દંપતિ દાઝી જતા ધટના સ્થળે અફડાતફડી સર્જાઈ હતી.

ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં મીઠીખાડીમાં ઈસ્લામી ચોકમાં એક મકાનમાં આજે શુક્રવારે સવારે ગેસ લીકેજ થવાના લીધે સિલિન્ડરમાં આગ ભડકી ઉઠી હતી. જેથી ઈસલામુદ્દીન (ઉ-વ-૨૬) અને તેમની પત્ની ફરહીન (ઉ-વ-૨૨)એ  સળગતુ સિલિન્ડર બહાર ખેચી જઇને આગ ઓલવાના પ્રયાસ કર્યા હતા. જેમાં બંને જણા દાઝી ગયા હતા.જેના લીધે ધટના સ્થળ ઉપર ભારે અફડાતફડી અને ભાગદોડ મચી જવા પામી હતી.  આ અંગે ફાયરને જાણ થતા દુભાલ ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયરજવાનો ત્યાં ધસી ગયા હતા. પણ ત્યાં ગલી એટલી સાંકડી હતી કે ત્યાં સુધી ગાડી પહોંચવામાં મશ્કેલી થઇ રહી હતી. જેથી ૧૦૦ મીટર જટલો હોસ પાણીનો પાઇપ લંબાવ્યો હતો. તે પહેલા નજીકમાંથી પાણી સહિતના ઉપયોગ કરીને સળતુ સિલિન્ડર ફાયરજવાનો જીવના જોખમે બુઝાવ્યુ હતુ. જોકે સમયસર આગ પર કાબુ મેળવતા ત્યાં હાજર અને આજુ બાજુનો લોકોમાં હાસકારો અનુભવ્યો હતો. જયારે  દાઝી ગયેલા દંપતિને ૧૦૮ એમ્બ્યુલેન્સ દ્વારા સારવાર માટે હોસ્પ્ટિલમાં ખસડાયા હતા. એવુ ફાયર ઓફિસર પ્રવીણ ટંડેલે જણાવ્યું હતું.

(4:57 pm IST)