Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

તારાપુર ફ્લાય ઓવર બ્રિજ પર બે બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બને ગંભીર રીતે ઈજાગ્રસ્ત

તારાપુર : તારાપુરમાં ફ્લાય ઓવર બ્રિજ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં ગંભીર રીતે ઇજા પામેલા બન્ને યુવકોને વધુ સારવાર માટે કરમસદ ખસેડાયા છે. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

તારાપુર - વાસદ સિકસ લેન હાઈ વે પર આવેલી મામલતદાર કચેરી પાસેનાં ફ્લાય ઓવર પર શુક્રવારેે સવારે સાડા આઠેક વાગ્યાનાં અરસામાં બે બાઇક સામસામે અથડાતાં અકસ્માત થયો હતો. તેમાં બંને મોટરસાઇકલ સવારને શરીરે ગંભીર ઇજાઓ થતા સ્થળ પર ખાસ્સુ લોહી વહી ગયું હતું. 

સ્થાનિકો દ્વારા ૧૦૮ની મદદથી બંને ઇજાગ્રસ્તોને તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. 

 પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ બાઇક સવાર બન્ને યુવકોમાં એક અમિતભાઈ મુકેશભાઈ (રહે.તારાપુર) સવારનાં અરસામાં નોકરી પર જઈ રહ્યો હતો. તથા બીજો યુવક સુરેશભાઈ બારૈયા (રહે-પંડોળી, તા.પેટલાદ)થી તારાપુર તરફ આવી રહ્યો હતો, ત્યારે બને બાઇક વચ્ચે અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે.

(4:57 pm IST)