Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ તંત્ર થયું સજાગ:દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં દારૃની હેરાફેરી અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે શહેરના સેક્ટર-૨ પાસે પોલીસે કારમાં વિદેશી દારૃના જથ્થા સાથે બોરીજના શખ્સને ઝડપી લીધો હતો અને ૮૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ પોલીસ દ્વારા પ્રોહિબીશન ડ્રાઇવ શરૃ કરી દેવામાં આવી છે અને ગાંધીનગર જિલ્લામાં પ્રવેશતા વાહનોનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના સ્થાનિક પોલીસ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૃની હાટડીઓ ઉપર દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, સેક્ટર-૨ સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થતી કારમાં એક શખ્સ વિદેશી દારૃનો જથ્થો લઇ જઇ રહ્યો છે જે બાતમીને પગલે વોચ ગોઠવીને સેક્ટર-૨ના કટ પાસેથી આ કારને ઝડપી લેવામાં આવી હતી અને તેમાં સવાર બોરીજના ઠાકોર વાસમાં રહેતા વિનોદ રામચરણ વાલ્મીકીને ઝડપી લેવામાં આવ્યો હતો. કારમાં તપાસ કરતા વિદેશી દારૃની અલગ અલગ બ્રાન્ડની આઠ બોટલ મળી આવી હતી પોલીસે દારૃ અને કાર મળીને ૮૦ હજાર રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે અંગે પણ પુછપરછ શરૃ કરી છે. 

(4:57 pm IST)