Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

SGVP ગુરુકુલ વિદ્યાર્થી સાહિલ પરમારની અંતરીક્ષ વિજ્ઞાનક્ષેત્રે હરણફાળ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે ખૂબ મોટા પ્રયત્નો કરવામાં આવે છે. જેનું પરિણામ SGVPના વિદ્યાર્થી સાહિલ પરમાર છે.

SGVPમાં અભ્યાસ પૂર્ણ કરીને હાલ એરો સ્પેસ ક્ષેત્રમાં આગળ વધેલા સાહિલે અંતરીક્ષ વિજ્ઞાનમાં હરણફાળ ભરી છે.

દર વર્ષે અમેરિકાની ‘સ્પેસ મેગેજીન ટોપ ૧૦૦’ માં દુનિયાભરના અંતરિક્ષ ઉદ્યોગમાં સક્રિય રિસર્ચ કરનારા ૧૦૦ વ્યક્તિઓના નામ સામેલ કરવામાં આવે છે. આ યાદીમાં જાણીતા અંતરિક્ષ વૈજ્ઞાનીક જીમ કાર્ટનેલ જેવા લોકો સામેલ છે કે જેઓએ એલન મસ્કની સાથે મળીને સ્પેસએક્સની સ્થાપના કરી છે.

આ વર્ષેની ‘સ્પેસ મેગેજીન ટોપ ૧૦૦’ની યાદીમાં SGVPના વિદ્યાર્થી સાહિલ પરમારનું નામ ૧૩માં સ્થાને પસંદ કરવામાં આવ્યું છે. હજારો સંશોધકોમાંથી સાહિલની પસંદગી થઈ છે કે જે એક માત્ર હજુ એન્જીન્યરીંગનો અભ્યાસ કરી રહ્યો છે.

સાહિલ પરમારની આ સિદ્ધ બદલ ભારત દેશ અને SGVP ગુરુકુલ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.

તાજેતરમાં ઋષિકેશ ખાતે ચાલી રહેલી સાધના શિબિર પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી તથા સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ સાહિલને શુભાશીર્વાદ સાથે ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.                                                                                              

 

(3:07 pm IST)