Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સીમાચિન્હ રૂપ જલિયાવાલા બાગની મુલાકાતે SGVP ગુરુકુલના સંતો

અમૃતસર તા. ૧૦ શીખ સંપ્રદાયના દસમા અને છેલ્લા ગુરુ ગોવિંદ સિંહે ૧૩ એપ્રિલ ૧૬૯૯ ના રોજ ખાલસા પંથની સ્થાપના કરી હતી. તેથી જ વૈશાખી એ પંજાબ અને આસપાસના પ્રદેશોનો સૌથી મોટો તહેવાર છે અને શીખો તેને સામૂહિક જન્મદિવસ તરીકે ઉજવે છે.

અમૃતસરના જલિયાવાલા બાગમાં ૧૩ એપ્રિલ ૧૯૧૯, વૈશાખીના પર્વ નિમિત્તે ભેગા થયેલાં નિર્દોષ લોકો ઉપર અંગ્રેજ સત્તાધીશોએ અમાનુષી ગોળીબાર કરી હજારો સ્ત્રી, પુરુષો અને બાળકોની હત્યા કર્યા બાદ દેશભરમાં ઉઠેલ ક્રાંતિની ઉગ્ર જ્વાળા ઉઠી, મહાત્મા ગાંધીજીએ ૧૯૨૦માં અસહકાર આંદોલન શરૂ કર્યું. સ્વતંત્રતાની આ દેશવ્યાપી ક્રાંતિમાં અનેક ક્રાંતિકારીઓએ પોતાના જીવનને સમિધની જેમ હોમિને ભારતને સ્વતંત્રતા અપાવી.

પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, એસજીવીપીના સંતોએ એ જગપ્રસિદ્ધ ક્રાંતિસ્મારકની મુલાકાત લીધી હતી. આ સ્મારકમાં ચિત્રો, શિલ્પો અને પ્રેજંટેશન દ્વારા તે સમયની કરૂણ પરિસ્થિતિને તાદ્રશ કરવામાં આવે છે ત્યારે હ્રદય શહીદોની કુરબાની પ્રત્યે દ્રવી જાય છે. સ્મૃતિ સ્મારક પાસે સંતોએ કૃતજ્ઞતા વ્યક્ત કરી ભાવાંજલી અર્પણ કરી હતી.                                     

(3:06 pm IST)