Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

પાટણના સૌ નગરજનોએ ભાજપના ખોટા પ્રચારમાં આવવું નહીં : હું કોંગ્રેસમાં જ છું , ભાજપમાં જવાનો નથી : પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ

જેન્તીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૧૨ : પાટણમા સતત પ્રજા વચ્ચે રહેતા પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પાટણ  વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. પાટણના નગરજનોએ કોંગ્રેસના ધારાસભ્ય ઉપર જે ભરોસો મૂક્યો છે તે કાયમ બની રહેશે  પાટણના ધારાસભ્ય દ્વારા મતદારોઓએ મારા પર મૂકેલ ભરોસો તૂટશે નહીં તેમ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતુ.

    પાટણના સૌ નગરજનોએ ભાજપના  ખોટા પ્રચારમાં આવવું નહીં. હું કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કાર્યરત છું અને ભાજપમાં જવાનો નથી. તેમ પાટણના  ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું છે

(4:34 pm IST)