Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ભાજપના ૧૬૦ મુરતીયામાંથી સૌથી યુવાન ચહેરો હાર્દિકઃ બાબુ જમના વયોવૃધ્‍ધ

ભાજપ ૪૦થી૬૦ વચ્‍ચેના ઉંમરના લોકોને વધુ ટિકિટ આપી

નવી દિલ્‍હી,તા. ૧૨ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રણશિંગૂ ફંકાઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે દાવે પેચ શરૂ કરી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થયા બાદ ભાજપે ૧૬૦ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. તેમાં ૧૪ બેઠકો પર મહિલાઓને મેદાનમાં ઉતારવામાં આવી છે. ભાજપે કેટલાક યુથને પણ મેદાને ઉતાર્યા છે. ભાજપના જાહેર થયેલા ૧૬૦ ઉમેદવારોનું એનાલિસીસ કરીએ...

ભાજપે પ્રથમ યાદી ૧૬૦ ઉમેદવારીની જાહેર કરી છે જેમાં પાંચ યુવા ચહેરા જોઈએ. સૌથી યુવા હાર્દિક પટેલ જેમની ઉંમર ૨૯ વર્ષ જ છે, ત્‍યાર બાદ ડો.પાયલ કુકરાણીને ટિકિટ નરોડા બેઠક પરથી આપી છે જેમની ઉંમર ૩૦ વર્ષની છે. તમને જણાવી દઈએ પાંચ યુવા ચહેરામાં ત્રણ મહિલાનો સમાવેશ થાય છે.

આ વખતે ચૂંટણી માટે ભાજપે ૧૬૦ ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં સૌથી વધુ ઉંમર ધરવાતા પાંચ ચહેરા જોઈએ તો બાબુ પટેલ, માનિસિંહ ચૌહાણ,જેઠાભાઈ ભરવાડ, કનુ દેસાઈ, રમણલાલ પાટકર સમાવેશ થાય છે જેમાં બાબુ પટેલની ઉંમર ૭૪ વર્ષની છે

ભાજપે જાહેર કરેલી ૧૬૦ ઉમેદવારોનો વિશ્‍લેષણ કરીએ તો ૨૯થી૪૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોની સંખ્‍યા ૨૧ છે જયારે ૪૬થી૬૦ વચ્‍ચે ઉમર ધરાવતા ઉમેદવારો ૯૧ છે. તેમજ ૬૦ વધુ વય ધરવાતા ૪૮ ઉમેદવારોનો સમાવશે થાય છે. ભાજપે સૌથી વધુ ટિકિટ ૪૦થી૬૦ વચ્‍ચેના ઉંમરના ઉમેદવારોને આપી છે.

સ્‍ટાર ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજાના પત્‍ની રિવાબા જાડેજા ૨૦૧૯ના લોકસભાની ચુંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તેઓ મુળ રાજકોટના રહેવાસી છે. મિકેનિકલ એન્‍જિનિયરિંગનો અભ્‍યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક સેવામાં સક્રિય છે. તેઓ રાજપુત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્‍યા છે

માલતી કિશોર મહેશ્વરી કચ્‍છના ગાંધીધામ મતવિસ્‍તારમાંથી વિધાનસભાના સભ્‍ય તરીકે સેવા આપે છે. ગાંધીધામ નગરપાલિકાની ચુંટણીઓ ૨૦૧૫થી તેમણે રાજકીય કારકીર્દી શરૂ કરી હતી. ૨૦૧૭ના ચુંટણીઓમાં તેમણે અહીંથી ભાજપને વિજય અપાવ્‍યો હતો. ૧૪મી વિધાનસભામાં તેઓ સૌથી યુવા ધારાસભ્‍ય હતા. તેમણે સ્‍નાતક સુધીનો અભ્‍યાસ કર્યો છે.

 

ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં સૌથી પાંચ યુવા ચહેરા

બેઠક     ઉમેદવારનુ નામ    ઉંમર

વિરમગામ                    હાર્દિક પટેલ      ૨૯

નરોડા    ડો.પાયલ કુકરાણી  ૩૦

જામનગર                    રિવાબા જાડેજા    ૩૨

ખેડા      રાજેશ કુમાર ઝાલા ૩૩

ગાંધીધામ       માલતી મહેશ્વરી         ૩૪

 

ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં સૌથી વધુ ઉંમર ધરાવતા પાંચ ચહેરા

બેઠક       ઉમેદવારનુ નામ  ઉંમર

દસક્રોઈ     બાબુ પટેલ        ૭૪

બાલાસિનોર માનિસિંહ ચૌહાણ  ૭૨

પંચમહાલ   જેઠાભાઈ ભરવાડ  ૭૨

પારડી      કનુ દેસાઈ        ૭૧

ઉમરગામ       રમણલાલ પાટકર      ૭૦

(10:34 am IST)