Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ગુજરાતની દિકરી અને હવે કેનેડામાં સ્‍થાયી ક્રિષ્‍ના તૈરયાનો રવિવારે જન્‍મદિવસ : દેશ-વિદેશથી શુભેય્‍છાઓ વરસી રહી છે

આજ મુબારક, કાલ મુબારક, દરિયા જેટલું વ્‍હાલ મુબારક, તમે રહો ખુશ હરહાલ મુબારક, આ દિન તમને હર સાલ મુબારક

ટોરેન્‍ટો : ગુજરાતની દિકરી અને હવે કેનેડાના બ્રેમ્‍પટન શહેરમાં સ્‍થાયી થયેલી ક્રિષ્‍ના પંકજભાઇ તૈરયાનો રવિવારે જન્‍મદિવસ છે. જગવિખ્‍યાત યુનિવર્સિટી ઓફ ટોરન્‍ટોમાં કોલેજના બીજા વર્ષમાં અભ્‍યાસ કરતી ક્રિષ્‍ના તેના પરિવાર સાથે છેલ્લા ૧૦ વર્ષથી કેનેડા સ્‍થાયી થયેલી છે. ગુજરાતમાં રાજકોટ અને અમદાવાદ  ખાતે સગા- સંબંધીઓ સાથે નિયમીત સંપર્કમાં રહેતી ક્રિષ્‍નાને નવરાત્રીના ગરબા અને દુનિયાભરમાં ફરવાનો અનેરો શોખ છે. ક્રિષ્‍ના કેનેડાના ઓન્‍યરીયોમાં આવેલા પ્રખ્‍યાત BAPS સ્‍વામીનારાયણ મંદિરમાં વિવિધ સામાજીક કાર્યની પ્રવૃતિઓમાં નિયમીત રીતે સેવા આપે છે. માતા-પિતાના નકશેકદમ પર ચાલતી ક્રિષ્‍ના આગામી સમયમાં હેલ્‍થકેર ક્ષેત્રે કારર્કિદી બનાવવા કમ્‍મર કસી રહી છે. પપ્‍પા પંકજભાઇ, મમ્‍મી પન્‍નાબેન અને અમદાવાદમાં રહેતા દાદીમાંની લાડલી ક્રિષ્‍ના તૈરયા ઉપર દેશ-વિદેશથી જન્‍મદિવસની શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(10:27 am IST)