Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસ કાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

અશોક ગેહલોત સહિતના નેતાઓની હાજરીમાં કૉંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોગ્રેસ આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. મળતી જાણકારી અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસ આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. અશોક ગેહલોત સહિતના નેતાઓની હાજરીમાં કૉંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.

કૉંગ્રેસે રાજ્ય માટે એક અને બેઠક મુજબ 182 ચૂંટણી ઢંઢેરા  તૈયાર કર્યા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. ગુજરાતના નિરીક્ષક અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહેશે. લોકો પાસેથી સૂચનો મેળવીને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા તૈયાર કર્યા છે.

 

(12:54 am IST)