Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

પેટલાદના કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળે જોર પકડ્યું

પેટલાદ બેઠક પર નિરંજન પટેલને બદલે ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવા માગતા હોવાની શક્યતાને પગલે નિરંજન પટેલ નારાજ

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકોમાં મધ્ય ગુજરાત ઝોનમાં ભારે રસાકસી જોવા મળે તેવી શક્યતા છે. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જો કે ભાજપની જાહેર થયેલ યાદીમાં આણંદની સાત વિધાનસભામાંથી પેટલાદ સીટના ઉમેદવારનું નામ બાકી છે. કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાવાની શક્યતાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસ પેટલાદ બેઠક પર નિરંજન પટેલને બદલે ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવા માગતા હોવાની શક્યતા છે. જે વાતથી નારાજ થઇ નિરંજન પટેલ કેસરિયો ધારણ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે

(10:58 pm IST)