Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ભાજપ ઉમેદવારની પ્રથમ યાદીમાં ટિકિટ કપાતા બોટાદ, વાઘોડિયા, કરજણ, પાદરા સહિત ભાજપમાં થયો ભડકો

ભાજપના કટ થયેલા નેતાઓ ભાજપ સામે રણશિગુ ફૂંકી રહ્યા છે

અમદાવાદ :  ભાજપની પ્રથમ યાદીમાં ટિકિટ કપાતા વાઘોડિયા, કરજણ, પાદરામાં બળવો થયો છે. ભાજપના કટ થયેલા નેતાઓ  ભાજપ સામે રણશિગુ ફૂંકી રહ્યા છે અને  કેટલાકે  તો યાદીમાંથી નામ કપાતાની સાથે જ  આમ આદમી પાર્ટીનો સાથ લઈ લીધો હતો તો ઘણાએ રાજીનામા ધરી દીધા હતા.  વાઘોડિયા, કરજણ, પાદરા, બોટાદ સહિત  જેમના નામ કપાયા છે તે ઉમેદવારો તેમજ તેમના સમર્થકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.

(10:46 pm IST)