Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

પરપ્રાંતીય પ્રશ્ને કોઇ બયાનબાજી નહિ કરવા તાકીદ : પૃથ્વી પટેલને પં.બ.ની જન સંપર્ક યાત્રાની જવાબદારી સોંપતા અમિતભાઇ

ગુજરાત પ્રવાસ પુરો કરી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ દિલ્હી જવા રવાના

પરપ્રાંતીય પ્રશ્ને કોઇ બયાનબાજી નહિ કરવા તાકીદ : પૃથ્વી પટેલને પં.બ.ની જન સંપર્ક યાત્રાની જવાબદારી સોંપતા અમિતભાઇ

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે ગુજરાત પ્રવાસ પુરો કરી દિલ્હી જવા નિકળી ગયા છેઃ ગઇકાલે માણસામાં  અમિતભાઇએ માતાના મંદિરે  પૂજા કરી હતી તેમણે રાજયમાં બિનગુજરાતીઓ મુદ્દે માહિતી મેળવી હતી તેમ જાણવા મળે છે. રાજયના નેતાઓ સાથે ટેલીફોનિક સંપર્ક કરી વિગતો મેળવેલ. બિનગુજરાતીઓ મુદ્દે કોઇપણ બયાનબાજી નહિ કરવા કડક સુચના આપ્યાનું સુત્રો જણાવે છે. શ્રી અમિતભાઇ આજે નારણપુરાના ભાજપ કાર્યકરો-આગેવાનોને મળ્યા હતા. પૃથ્વી પટેલને પશ્ચિમ બંગાળ જનસંપર્ક યાત્રાનું સુકાન સોંપ્યાનું અને ૨૨ બેઠકોનો ટાર્ગેટ આપ્યાની પણ ચર્ચા છે. તેઓ સર્વેશ્રી કૌશિક જૈન, નિપમ શાહ, હર્ષદ પટેલ પૃથ્વીરાજ પટેલ સહિતના આગેવાનોને મળ્યા બાદ દિલ્હી જવા નિકળી ગયા હતા.

(3:19 pm IST)
  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • દક્ષિણના અભિનેતાએ ખળભળાટ સર્જયો : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : એક ટુકડાને દિલ્હી અને બીજા ટુકડાને કેરલના મુખ્યમંત્રીની ઓફીસે ફેંકવામાં આવશે : અભિનેતા કોલમ થુલાસીનું વિવાદાસ્પદ નિવેદન access_time 4:30 pm IST