Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

મહેસાણા-અમદાવાદ હાઇવે પર રેસ્ટોરંટમાં જમવાના પૈસાની તકરારમાં હોટલ માલિકના પિતા-પુત્રને ઢોરમાર મારવાની ઘટનામાં પ્રજાપતિ સમાજદ્વારા રેલી કાઢવામાં આવી

મહેસાણા:મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલ સહજાનંદ રેસ્ટોરન્ટમાં તાજેતરમાં જમવાના પૈસાની તકરારમા ંહોટલ માલીક અને તેના પુત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ગુનામાં આરોપીઓની ધરપકડ ન થતા પ્રજાપતિ સમાજ દ્વારા બુધવારે મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું અને પ્રજાપતિ સમાજના ભોગ બનનાર પિતા-પુત્રને ન્યાય અપાવવા માંગ કરી હતી.

મહેસાણા-અમદાવાદ હાઈવે પર વોટરપાર્ક સામે આવેલ સહજાનંદ હોટલના માલીક હસમુખભાઈ પ્રજાપતિ રાત્રે પોતાના ધંધા પર હાજર હતા  ત્યારે કેટલાક અસામાજીક તત્વો જમવા આવેલ અને જમ્યા પછી બીલ નથી આપવું તેમ કહી તકરાર કરી બીજા અન્ય માણસોને લઈને આવી હસમુખભાઈ પ્રજાપતિ તથા તેમના પુત્ર વિપુલભાઈ પ્રજાપતિને ધોકા, પાઈપ વડે ઢોર માર માર્યો હતો અને હોટલમા ંતોડફોડ કરી હતી અને રોકડ રકમ તથા સોનાના ઘરેણાની લૂંટ ચલાવી હતી.

(5:51 pm IST)
  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST