-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
બે યુવકો પર છરીથી હુમલા બાદ ફાયરિંગ, એકનું મોત
પાટણના હારિજમાં ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો : એક સમાજના બે યુવકો પર અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કર્યા બાદ ફાયરિંગ કર્યુ : એકની સ્થિતિ ગંભીર
પાટણ, તા.૧૨ : પાટણ જિલ્લાના હારીજ શહેરમાં ધોળા દિવસે ખુની ખેલ ખેલાયો હતો. આજે સવારે હારીજમાં ખાનગી ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં બે રબારી સમાજના યુવકો પર છરીથી હુમલો થયો હતો અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હતું. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજાની સ્થિતી ગંભીર હોવાનું સામે આવ્યું છે.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર એપીએમસી પાસે આજે ફાયરિંગ થયું હતું. અજાણ્યા શખ્સોએ બંન્ને યુવકો પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગના પગલે લોકોમાં નાસભાગ માચી હતી. જોત જોતામાં બાબુ દેસાઇ નામનાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હારિજ માર્કેટિંગ યાર્ડ પાસે આજે રબારી સમાજનાં બે યુવકો પર ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી છે.
જો કે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. છરીના ઘા ઝીંક્યા બાદ આરોપીઓ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા.
ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ રિફર કરાયો હતો. હુમલાખોરોની ભાળ મેળવવાની શરૂઆત કરી છે. આ મુદ્દે પ્રાથમિક રીતે એક જ જ્ઞાતિના યુવકો વચ્ચે અંગત અદાવતમાં હુમલો હોવાની પોલીસને આશંકા છે.