Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રાજકોટના પૂર્વ કલેકટર સોમવારે જી.એ.ડી.ની મુખ્ય જગ્યા સંભાળશે

અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને પંચાયત વિભાગમાંથી ભાવભીની વિદાય

રાજકોટ : રાજય સરકારે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશની સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે બદલી કરતા તેઓ સોમવારે નવો કાર્યભાર સંભાળનાર છે. પંચાયત વિભાગમાં છેલ્લા ૩ વર્ષમાં તેમણે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ. કોરોનાની પરિસ્થિતિના કારણે કોઇ વિદાય સમારંભ નહિ યોજાયેલ પણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ લોબીમાં બન્ને બાજુ ઉભા કરી તાળીઓના ગડગડાટ સાથે વિદાયમાન આપેલ. આ પ્રસંગે ભાવભીના દ્રશ્યો સર્જાયા હતાં. પંચાયત વિભાગના સંયુકત સચિવ જયદીપ દ્વિવેદી, નાયબ સચિવ આશિષ વાળા, શ્રી મારડીયા વગેરે તેમને ગાડી સુધી વળાવવા ગયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી એ. કે. રાકેશ ભૂતકાળમાં રાજકોટ જિલ્લા કલેકટર તરીકે રહી ચૂકયા છે. હકારાત્મક અભિગમવાળા કુશળ અધિકારી તરીકે જાણીતા છે.
 

(12:52 pm IST)