Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

વડોદરા નજીક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ભભુકતા અફડાતફડી

વડોદરા: વડોદરા શહેર નજીક ગોલ્ડન ચોકડી પાસે આવેલા પ્લાસ્ટિકના દાણાના ગોડાઉનમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડે એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેર નજીક ગોલ્ડન ચોકડી પાસે શ્રી હીરાલાલ લોજીસ્ટીક નામનું પ્લાસ્ટિકના દાણાનું ગોડાઉન આવેલું છે. ભાલકિશન રામકુમાર શર્મા નામના વ્યક્તિની માલિકીના આ ગોડાઉનમાં પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગો પડી હતી. આજે સવારે એકાએક આ ગોડાઉનમાં આગ લાગતા નજીકમાં રહેતા લોકોએ દોડધામ કરી મુકી હતી. દરમિયાન આ બનાવની જાણ કરાતા તુરંત જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયુ હતુ. અને એક કલાક સુધી પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ કાબૂમાં આવતા નજીકમાં રહેતા લોકોએ રાહત અનુભવી હતી. જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નહોતી.

(5:38 pm IST)