Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

વડોદરાના બદામડી બાગ નજીક બીમારીના કારણે ફૂટપાથ પર જીવન ગુજારતા મજૂરનું મોત નિપજતા મૃતદેહ 20 કલાક સુધી રઝળતો રહ્યો

વડોદરા :શહેરના બદામડી બાગ પાસે ફૂટપાથ પર જીવન ગુજારતા યુવાનનું મોત સોમવારે સાંજે બીમારીથી મોત થયુ હતુ. મૃત્યુ થયા બાદ બહેન પોતાના ભાઇના મૃતદેહને લઇને 20 કલાક સુધી બેસી રહી હતી. છેવટે આજે સેવાભાવી વ્યક્તિએ મદદ કરતા યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા વર્ષ-2006માં સ્માર્ટ સિટી અંતર્ગત બાપોદ જકાતનાકા વિસ્તારના ઝૂંપડા દૂર કરવામાં આવ્યા હતા. જેમાં રાજુભાઇ પ્રવિણભાઇ જાદવ (ઉં.વ.45)ના ઝૂંપડાનો પણ સમાવેશ થતો હતો. ઝૂંપડુ ન રહેતા રાજુભાઇ જાદવ બહેન સંગીતા અને સાળા મનોજ સાથે બદામડીબાગ પાસે ફૂટપાથ ઉપર પર રહેવા લાગ્યા હતા. ભાઇ-બહેન અને સાળો દિવસે છૂટક મજૂરી કામ કરતા હતા. અને રાતે ફૂટપાથ ઉપર રાત વિતાવતા હતો.

(5:38 pm IST)