Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સુરતમાં પોલીસ સ્ટેશનની બારી માંથી ભેજાબાજ મોબાઈલ તફડાવી રફુચક્કર

સુરતઃ ઉધના રેલવે સ્ટેશન પર પરિવારને મુકવા આવેલા યુવકના હાથમાંથી મોબાઈલ સ્નિચંગ કરતાં એક ચોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં આ શખ્સને ઉધના રલવે પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યાંથી યુવક ચોકીની રૂમની બારીના સળીયા પહોળા કરીને ફરાર થઈ ગયો હતો. જેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.રેલવે સ્ટેશન પર પરિવારને મુકવા આવેલા અનિલ વર્માનું પર્સ ચોરીને નાસી રહેલા યુવકને દાનાપુર ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. લોકોએ તેને ઝડપીને ઉધના પોલીસ ચોકીમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને ચોકીમાં આવેલા અન્ય રૂમમાં રાખ્યો હતો. આ યુવક પાસેથી ચોરીના બે મોબાઈલ અને પર્સ મળી આવ્યું હતું. જે પગના મોજામાં છુપાવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. બાદમાં આ યુવક બારીના સળીયા પહોળા કરીને નાસી છૂટ્યો હતો. જેને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:37 pm IST)