Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

નડિયાદ ડાકોર રોડ નજીક કારને ઓવરટેક કરવાની લ્હાયમાં સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં ત્રણ ઈજાગ્રસ્ત

નડિયાદ:નડિયાદ-ડાકોર રોડ સલુણ પેટ્રોલ નજીક હુન્ડાઈ કારની ઓવરટેક કરવા જતાં ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ઉમરેઠ તાલુકાના અરડીમાં રહેતા હરવંતસિંહ રાયસિંહ ચૌૈહાણ ગત તા.૯-૬-૧૮ના રોજ મોટર સાયકલ નં. જીજે-૨૩ એસી-૬૩૪૦ લઈને નડિયાદ ડાકોર રોડ પરથી પસાર થતા હતા ત્યારે હુન્ડાઈ કાર નં. જીજે-૨૩ સીએ-૭૬૫૦ આગળ જતી એસ.ટી. બસને ઓવરટેક કરવા જતા મોટર સાયકલ સાથે અથડાતા હરવંતસિંહ ચૌહાણને ઈજા થઈ હતી. આ કાર મોટર સાયકલ સાથે અથડાતા આ દરમિયાન પાછળ આવતી મોટર સાયકલ નં.જીજે-૦૭ બીજે-૧૩૪૯ ને પણ અકસ્માત નડ્યો હતો. જેથી બાઈકચાલક તથા પાછળ બેઠેલ મહિલાને ઈજા થઈ હતી.
આ અકસ્માત અંગે હરવંતસિંહ રાયસિંહ ચૌહાણની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)