Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

અપશબ્દ બોલવા બાબતે આણંદમાં બનેવીએ સાળાને મેથીપાક ચખાડ્યો

આણંદ:શહેરના સો ફુટના રોડ ઉપર ગાળો બોલવાની બાબતે ઠપકો આપવા આવેલા સાળાને બનેવીએ બાઈકનુ જમ્પર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે શહેર પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ તાલુકાના ચાંગા ગામે રહેતા અને બાંધકામનું કામકાજ કરતાં રીઝવાન ઈનાયતુલભાઈ વ્હોરાની બહેન ફરહાનાના લગ્ન આણંદ ખાતે રહેતા રીયાઝ અબ્દુલભાઈ વ્હોરા સાથે છ વર્ષ પહેલા કરવામાં આવ્યા હતા. દરમ્યાન આજે ગાળો બોલવાની બાબતે રીઝવાને બનેવીને ફોન કરતાં તેઓએ આણંદ આવવાનું જણાવ્યું હતુ. જેથી રીઝવાન આણંદ સો ફુટના રોડ ઉપર આવેલી બનેવીની શાલીમાર ઓટો ખાતે જતાં ત્યાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી જેથી ઉશ્કેરાયેલા બનેવીએ બાઈકનું જમ્પર ઉઠાવીને કપળના ભાગે મારી દીધું હતુ. જ્યારે રીઝવાનના પિતા અબ્દુલભાઈએ પણ પથ્થર ઉઠાવીને નાકના ભાગે મારી દીધો હતો. સબીહાબેન વચ્ચે પડતાં તેણીને પણ માર માર્યો હતો.
 

(5:35 pm IST)