Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

વડોદરા : લંપટ તબીબના ક્લિનીકમાંથી મહિલાના વસ્ત્રો મળ્યા : ઉપસરપંચ સહીત બે ની ધરપકડ

કમ્પાઉન્ડરે દવાઓના ડબ્બા પાછળ મોબાઇલ ફોન મુકીને શુટીંગ કર્યું હતું.

વડોદરા નજીકના અનગઢ ગામમાં વડોદરાના ડૉક્ટર પ્રતિક જોષીએ આચરેલી કામલીલા મામલે ફરાર થયેલા ડૉક્ટરને શોધવા પોલીસે 4 ટીમો બનાવી તપાસ શરૂ કરી છે બીજી તરફ વીડિયો વાયરલ કરવાના મુદ્દે શરૂ થયેલી તપાસમાં પોલીસે અનગઢના ડે.સરપંચ સહિત 2 શખ્સની ધરપકડ કરી હતી.

 પોલીસે કરેલા સર્ચ ઓપરેશન દરમિયાન ડૉક્ટર પ્રતિક જોષીના ક્લિનિકમાંથી મહિલાઓના વસ્ત્રો મળી આવ્યા હતા. જેને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

  બીજી તરફ ડોક્ટરના કમ્પાઉન્ડર અને વીડિયો ક્લિપ ઉતારનાર દિલીપની પોલીસે પુછપરછ કરી હતી. જેમાં તેણે 150 જેટલા વીડિયો ઉતાર્યા હોવાનું કબૂલાત કરી હતી. પાછળના રૂમમાં તેણે દવાઓના ડબ્બા પાછળ મોબાઇલ ફોન મુકીને શુટીંગ કર્યું હતું.

(1:31 pm IST)