Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સુમુલ ડેરીના સમર્થનમાં વિશાળ રેલી:વિરોધ રાજકારણ પ્રેરિત હોવાનો આરોપ :કલેક્ટરને આપ્યું આવેદન

રેલીમાં હજારોની સંખ્યામાં સુરત તાપી જિલ્લાનાં અનેક પશુપાલકો જોડાયાં હતાં

તાપીઃ સુમુલ ડેરીનાં વિરોધનાં પગલે આજે સુમુલ ડેરીનાં સમર્થનમાં રેલીનું આયોજન થયેલ હતું જેમાં હજારોની સંખ્યામાં ડેરીનાં સભાસદો જોડાયાં હતાં.વિવિધ બેનરો તેમજ પ્લેકાર્ડ સાથે રેલી યોજીને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું.સુમુલ ડેરીનો વિરોધ રાજકારણ પ્રેરિત હોવાનો આરોપ ડેરીનાં સભાસદે લગાવ્યો હતો.

સુમુલ ડેરી મુદ્દે આજે સુમુલ ડેરીનાં સમર્થનમાં રેલીમાં હજારોની સંખ્યામાં સુરત તાપી જિલ્લાનાં અનેક પશુપાલકો જોડાયાં હતાં અને ગત 31મી મેંનાં રોજ જે સુમુલનાં વિરોધમાં રેલી નીકળી હતી તે રાજકારણ પ્રેરિત હોવાનાં આક્ષેપો સાથે રેલી નીકળી હતી.31મી મેંનાં રોજ તાપી જિલ્લાનાં વ્યારા ખાતે સુમુલ ડેરીનાં વિરોધમાં વિવિધ સાત જેટલાં મુદ્દે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી રાજકારણ પ્રેરિત હોવાનાં આક્ષેપો સાથે આજે સુમુલ ડેરીનાં સમર્થનમાં એક વિશાળ રેલી હતી

(8:54 pm IST)