Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

મેરા પરિવાર ભાજપ પરિવારના અભિયાનનો વિધિવત શુભારંભ

કાર્યકરોની ઉપસ્થિતિમાં અમિત શાહ દ્વારા અમદાવાદથી પ્રારંભઃ પ્રચંડ જીત સાથે લોકસભા ચૂંટણીમાં નવો ઇતિહાસ સર્જવાનો અમિત શાહનો દાવો : કહીં કા ઇંટ કહીં કા રોડ બન ગયા ભાનુમતી કા કુનભા : અમિત શાહ

અમદાવાદ, તા. ૧૨: આજરોજ અમદવાદના થલતેજ વિસ્તારમાં હજારો સમર્પિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભારત માતા કી જય અને વંદે માતરમ્ના ગગનભેદી નારાઓ સાથે સ્વયંના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ ફરકાવી તથા સ્ટીક લગાવીને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે મેરા પરિવાર ભાજપા પરિવાર અભિયાનનો પ્રભાવી પ્રારંભ કર્યો હતો. મેરા પરિવાર ભાજપ પરિવાર અભિયાનના દેશવ્યાપી શુભારંભ પ્રસંગે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને ઉદ્બોધન કરતા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓના અભિયાનનો સર્વપ્રથમ કાર્યક્રમ મેરા પરિવાર ભાજપ પરિવારનો આજથી શુભારંભ થઇ રહ્યો છે. દેશભરના પાંચ કરોડથી વધુ કાર્યકર્તાઓ કમળના શુભ ચિહ્ન સાથે પોતાન ાઘર ઉપર ધ્વજ લગાવીને કુલ ૨૦ કરોડથી વધુ મતદારો ભાજપ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન વ્યક્ત કરશે. ગત ચૂંટણીમાં ૧૭.૨ કરોડ મતદારોના સમર્થન સાથે બહુમતિ મળ હતી. આ વખતે આ અભિયાનની શરૂઆતમાં જ ૨૦ કરોડ મતદારો સાથે આપણે સીધો સંપર્ક પ્રસ્થાપિત કરી રહ્યા છીએ. સંગઠનની સંચિય શક્તિ જાગૃત કરીને તેને વિજયમાં પરિવર્તિત કરવાનો આ કાર્યક્રમ છે. કાર્યક્રમના પ્રથમ ચરમાં જ એક કલાકમાં એક લાખથી વધુ લોકોએ ભાજપના ધ્વજને પ્રસ્થાપિત કર્યો છે. સંગઠન ચાર કાર્યક્રમો મેરા પરિવાર ભાજપ પરિવાર મહાસંપર્ક અભિયાન, કમલ જ્યોતિ તથા વિજય સંકલ્પ રેલીની શ્રેણી દ્વારા દેશની જનતા, ગરીબ, પાર્ટીના કાર્યકર્તા અને ભાજપના વિજયને એક વિજયમાળાના સંકલિત મણકા બનાવાનું આ સંગઠનલક્ષી મહાપર્વ છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ તથા એનડીએ શાસિત ૧૬ રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકાર દ્વારા અભૂતપૂર્વ લોકકલ્યાણના કાર્યો થયા છે. છ કરોડ પરિારોને ઉજ્જવલા ગેસ યોજના દ્વારા મફત ગેસ કનેક્શન આપવાની વાત હોય કે ૨.૫ કરોડ જરૂરતમંદ પરિવારોને આવાસ ઉપલબ્ધ કરાવવાના હોય, કે ૨.૫ કરોડ પરિવારોને સૌભાગ્ય યોજના દ્વારા વિજળી પહોંચાડવાની છે, કે ૮ કરોડ પરિવારોને શૌચાલય ઉપલબ્ધ કરાવીને મહિલા ગરીમાને વધારવાનું કાર્ય કરવાનું હોય આ તમામ કાર્યો છેવાડાના માનવીના અંત્યોદયને અનુલક્ષીને ભાજપ શાસનમાં થયેલા છે. આરોગ્ય માટે વિશેષ ચિંતા કરીને ૫૦ કરોડ દેશબાંધવો માટે આયુષ્યમાન યોજના દ્વારા પાંચ લાખ સુધીનો વિમો પણ ભાજપ સરકાર ેઉપલબ્ધ કરાવ્યો છે. પાર્ટીનો ભાવ એ છે કે જે લાભાર્થીઓ થયા છે તે ઉપરાંત બીજા કરોડો લોકોને આ લાભ પહોંચાડવાનો છે. ૭૦ વર્ષમાં ૫૫ વર્ષ જે કોંગ્રેસના શાસનમાં દલિત, ગરીબ, ખેડૂત યુવા, મહિલાઓ કોઇપણ પ્રકારના લાભથી વંચિત હતા તેમને નરેન્દ્ર મોદી સરકારમાં જે લાભ મળ્યો છે તેવા ૨૫ કરોડ લાભાર્થીઓ માટે આપણે કમળ જ્યોતિ દ્વારા વિકાસની દિવાળી એક જ દિવસે તારીખ ૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૯એ ઉજવીશું. વિજય સંકલ્પ રેલી દ્વારા સમગ્ર ભારતમાં ત્રણ કરોડ મોટર બાઇક સવારો કમળના પ્રતિક સાથે આખાય દેશમાં ઘૂમી વળશે. પ્રચંડ બહુમતિ સાથે નરેન્દ્ર મોદીને પુનઃ પ્રધાનમંત્રી બનાવવાનો તથા ભારતને વિશ્વની મહાસત્તા બનાવવાનો સંકલ્પ કરાયો છે.

અમિત શાહે શું કહ્યું..........

ગુજરાતમાં તમામ બેઠકો જીતવાનો સંકલ્પ

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે અમદાવાદથી મેરા પરિવાર ભાજપ પરિવાર મહાઅભિયાનની આજે શરૂઆત કરી હતી. અમિત શાહે આ પ્રસંગે કાર્યકરોનો ઉત્સાહ વધારતા ફરી એકવાર મોદી સરકાર માટે કામગીરીમાં લાગી જવા કાર્યકરોને અપીલ કરી હતી. અમિત શાહે શું કહ્યું તે નીચે મુજબ છે.

¨    ભાજપના કાર્યકરોની આવડત, સક્ષમ સંગઠન અને મોદીના પ્રેરણાદાયી નેતૃત્વના સંગમથી ચૂંટણીમાં ઇતિહાસ સર્જવામાં આવશે

¨    જુદા જુદા કાર્યક્રમો મારફતે દેશના જન જન સુધી પહોંચીને ફિર એકબાર મોદી સરકારના સંકલ્પને સાકાર કરવા કાર્યકરોને અપીલ

¨    પ્રામાણિક, અનુભવી, પરિશ્રમી મોદીના નેતૃત્વનું સદ્ભાગ્ય આપણને મળ્યુ હોવાનો દાવો કર્યો

¨    કહીં કા ઇંટ કહીં કા રોડા બન ગયા ભાનુમતિ કુનભા જેવા નેતા, નીતિ અને સિદ્ધાંત વગરનું મહાગઠબંધન દેશની પ્રજા ક્યારેય સ્વીકારશે નહીં

¨    ઉત્તરપ્રદેશમાં ભાજપની બેઠક ૭૩થી વધીને ૭૪, બંગાળ અને ઓરિસ્સામાં ભવ્ય જીત હાંસલ કરાશે

¨    એક ગુજરાતી તથા ભાજપ કાર્યકર તરીકે મોદી વડાપ્રધાન પદે પહોંચ્યા બાદ દિનરાત સેવામાં લાગેલા

¨    ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો ઉપર જીતનો સંકલ્પ કરવામાં આવે

¨    મહાસંપર્કના ભાગરુપે તમામ લોકો સુધી પહોંચવામાં આવશે

¨    છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ અને એનડીએ ૧૬ રાજ્યમાં સરકાર ધરાવે છે

¨    છ કરોડ પરિવારોને ઉજ્જવલા ગેસ યોજનાથી મફત ગેસ કનેક્શન

¨    ૨.૫  કરોડ જરૂરિયાતવાળા પરિવારોને આવાસની ફાળવણી કરાઈ છે

¨    ૨.૫ કરોડ પરિવારને સૌભાગ્ય યોજના દ્વારા વિજળી મળી છે

¨    આઠ કરોડ પરિવારોને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ

¨    ૫૦ કરોડ લોકો માટે આયુષ્યમાન યોજના શરૂ કરાઈ છે

¨    એક પછી એક વિકાસ કામો કરાયા છે

¨    ભ્રષ્ટાચારને નાબૂદ કરવા શ્રેણીબદ્ધ પગલા લેવાયા છે

¨    ૬૦૦૦ રૂપિયાની ઇનપુટ સબસિડી જાહેર કરીને દર વર્ષે ૧૫ કરોડ ખેડૂતોને ૭૫૦૦૦ કરોડ અપાશે

(10:04 pm IST)
  • અમદાવાદ : નવરંગપુરા વિસ્તારમાં PCBએ જુગારધામ પર દરોડા કરીને 12 શખ્સોની અટકાયત : જુગારધામ પરથી રૂ.1.25 લાખનો મુદ્દામાલ કબ્જે :વિજય ઠાકોર નામનો શખ્સ રમાડતો હતો જુગાર, એક માસથી જુગારધામ ધમધમતું હોવાનું ખુલ્યુ access_time 12:28 am IST

  • અગસ્તા વેસ્ટલેન્ડ મામલો :વકીલને મળી શકશે ક્રિશ્ચિયન મિશેલ :કોર્ટે આપી મંજૂરી :વિશેષ ન્યાયાધીશ અરવિંદકુમારએ રોઝમેરીને તિહાડ જેલમાં સોમવારથી શુક્રવાર સુધી અડધો કલાક સામાન્ય મુલાકાતીની માફક મળવાની અનુમતિ આપી access_time 1:12 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST