Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

અમદાવાદની જાણીતી સફલ કન્સ્ટ્રક્શન પ્રા. લઈ કંપનીમાં આવકવેરા વિભાગની સર્વે

દસ્તાવેજોની ચકાસણી :ડીઝીટલ બીલોની તપાસ :બેનામી સંપત્તિ બહાર આવવાની શકયતા

 

અમદાવાદ :આજે ઈન્કમ ટેક્ષ વિભાગે અમદાવાદની જાણીતી સફલ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં સર્વે હાથ ધર્યો છે  હાલમાં અધિકારીઓએ તમામ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આઈટી વિભાગના અધિકારીઓએ કંપનીના તમામ ડોક્યુમેન્ટ કબ્જે કરી દસ્તાવોજી ચકાસણી શરૂ કરી દીધી છે.

 

     ઈન્કમ ટેક્ષ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તમામ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. ડિજીટલ બીલોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો અનુસાર, મોટી બેનામી સંપત્તિ બહાર આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
  
ઈન્કમ ટેક્ષ વિભાગને બેનામી સંપત્તિ વેશે સચોટ માહિતી મળે ત્યાર બાદ રીતે રેડ કરવામાં આવે છે, હાલમાં વિભાગના 15 જેટલા અધિકારીઓ સફલ કન્સ્ટ્રક્શન કંપનીના દસ્તાવોજોની ચકાસણી કરી રહ્યા છે. ચકાસણી લાંબો સમય સુધી ચાલશે તેમ જણાવવામાં આવી રહ્યું છે

 

 

(10:22 pm IST)