Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ભરૂચ સાઇબર સેલ દ્વારા ATM કાર્ડની વિગત મેળવી ઓનલાઇન નાણાં ઉપાડતા આરોપીને ઝડપી લેવાયો

બેંક એકાઉન્ટમાંથી PayTM ઓન લાઇન વોલેટ મારફતેનાણાં ઉપાડી લીધાની કબૂલાત

ભરૂચ સાઇબર ક્રાઇમ સેલે ATM કાર્ડની વિગત મેળવી ઓન લાઇન વોલેટ મારફતે નાણા ઉપાડી લેતા આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

  મળતી વિગત મુજબ અંકલેશ્વર શહેર પોલીસ મથકના આઇ.પી.સી કલમ ૪૦૬ તથા ઇન્ફોરમેશન ટેકનોલોજી એકટ -૨૦૦૦ની કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબના ગુનાના આરોપીની તપાસ માટે સાઇબર ક્રાઇમની ટીમ દમણ ખાતે હતી. દરમિયાન તેમને મોહન રામદાસ પનિકા હાલ (રહે. પંચાલ ચાર રસ્તા,ભીમપોર દમણ,મુળ રહે. ઢેડુવા ગામ,જી. સહેદોલ એમ.પી.)ની અટકાયત કરી સઘન પુછતાછ કરતા તેણે ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી PayTM ઓન લાઇન વોલેટ મારફતે કુલ રૂપિયા ૨૮,૭૦૮ ઉપાડી લીધા હોવાની કબુલાત કરી હતી. જેથી સાઇબર ક્રાઇમ ટીમે પકડાયેલ આરોપીની ભરૂચ શહેર બી ડિવિઝન ખાતે નોંધ કરાવી આગળની કાર્યવાહી માટે અંકલેશ્વર પોલીસ મથકે મોકલી આપેલ છે.

(10:42 pm IST)
  • પોતાને 'ડાકુ' કહેનાર જબલપુરની સરકારી શાળાના શિક્ષકને કોંગી મુખ્યમંત્રી કમલનાથએ માફ કર્યો : દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર : તેમછતાં શિક્ષકનું કામ વિદ્યાર્થીઓના ઘડતરનું હોવાથી બોલવામાં વિવેક રાખવો જરૂરી હોવાની ટકોર કરી : શિક્ષકને પરત નોકરીમાં લઇ લેવા સૂચના આપી access_time 7:25 pm IST

  • હરિયાણાના સોનીપતમાં ૨.૬ની તિવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા:લોકોમાં ફફડાટ access_time 10:39 pm IST

  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST