Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

વડોદરાના ગોત્રી વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા અફડાતફડી: હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં આજે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ પડવાને કારણે હજારો લીટર પાણી વહી ગયું હતુ. જેને કારણે શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

ગોત્રી પાણીની ટાંકી માંથી આવતી પાણીની લાઈનમા આજે સવારે ભંગાણ પડયું હોવાથી રસ્તા ઉપર પાણી વહી રહ્યું હતુ. જેને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા તેમજ આજુબાજુના વિસ્તારના રહીશોને પીવાનું પાણી નહીં મળતાં પાણીનો કકળાટ સર્જાયો હતો. પાણીમાંથી પસાર થઇને મુખ્ય રસ્તા પર આવતી પાણીની લાઈનમાં દસ વખત ભંગાણ પડ્યું છે.

 

(5:54 pm IST)