Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ગુજરાત ­: ઠંડીના ચમકારાનો વધુ એક દોર આવે તેવી વકી

ઉત્તરાયણની આસપાસ ઠંડી વધી જવાની સંભાવના : અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૧ ડિગ્રી હોવા છતાંપણ સવારે તેમજ મોડી રાત્રે જોરદાર ઠંડીનો ચમકારો નોંધાયો

અમદાવાદ, તા.૧૧ : અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં તીવ્ર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે પણ સવારથી લઇને બપોર સુધીના ગાળામાં ઠંડીનો ચમકારો રહ્યો હતો. સવારમાં આંશિક વાદળછાયુ વાતાવરણ પણ રહ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. આનો મતલબ એ થયો કે, આવનાર દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. આજે અમદાવાદમાં ૧૧, ડિસામાં ૧૧.૨, ગાંધીનગરમાં ૯.૨, વડોદરામાં ૧૧.૨, મહુવામાં ૯.૩ અને નલિયામાં ૧૨.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. લઘત્તમ તાપમાનમાં ઘટાડાની સાથે સાથે સતત ફેરફારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે વધી શકે છે અને પારો ૧૪ની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં સવારમાં ધુમ્મસના વાતાવરણના લીધે માહોલ વરસાદી રહ્યો હતો. જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો.   હવામાન વિભાગનું કહેવું છે કે, હાલમાં રાજ્યમાં નીચલી સપાટી ઉપર ઉત્તરપૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ૧૪મી જાન્યુઆરી સુધી ઠંડીના ચમકારાની અસર રહેશે. ત્યારબાદ દિનપ્રતિદિન ઠંડી ઘટશે. ઠંડીનું જોર ઘટ્યું હોવા છતાં અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે.  જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૧૧ : ગુજરાતમાં ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................ લઘુત્તમ તાપમાન

અમદાવાદ....................................................... ૧૧

ડિસા............................................................ ૧૧.૨

ગાંધીનગર...................................................... ૯.૯

વીવીનગર.................................................... ૧૨.૫

વડોદરા........................................................ ૧૧.૨

સુરત........................................................... ૧૩.૬

વલસાડ........................................................ ૧૦.૧

અમરેલી....................................................... ૧૧.૭

રાજકોટ............................................................ ૧૩

સુરેન્દ્રનગર................................................... ૧૨.૮

મહુવા............................................................. ૯.૩

ભુજ................................................................. ૧૬

નલિયા......................................................... ૧૨.૮

કંડલા એરપોર્ટ   ૧૨.૮

(8:07 pm IST)
  • કાશ્મીરમાં સેનાની મોટી સફળતા : બે આતંકીઓ ઠાર ;દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાટપુરા વિસ્તારમાં આતંકીઓ છૂપાયાંની માહિતી બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી :તલાસી અભિયાન ચલાવ્યું :માર્યા ગયેલા બે આતંકી પૈકી એક જીનત ઉલ ઇસ્લામ ઉપર 15 લાખનું ઇનામ હતું : અને કુખ્યાત આતંકી બુરહાન વાણીનો સાથીદાર હતો access_time 12:49 am IST

  • મેઘાલય કેબિનેટમાં નાગરિકતા વિધેયક વિરુદ્ધ પ્રસ્તાવ પાસ ;ભાજપના ધારાસભ્યોએ પણ આપ્યું સમર્થન :મેઘાલય ડેમોક્રેટીક અલાયન્સ કેબિનેટે નાગરિકતા સંશોધન વિધેયકનો વિરોધ કરતા એક ઠરાવ પાસ કર્યો :ભાજપે મંત્રીમંડળના નિર્ણયનું સમર્થન કર્યું છે access_time 1:08 am IST

  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST